રોગોથી બચાવ અને શરીરમાં ચાલતી ક્રિયાઓને સુચારૂ રૂપથી ચલાવવામાં સહાયક ખાદ્યપદાર્થોની પસંદગી( PROTECTIVE AND REGULATORY FOODS )

રોગોથી બચવા માટે તેમજ આપણા શરીરમાં ચાલતી ક્રિયાઓને સુચારૂ રૂપથી ચલાવવામાં સહાયક ખાદ્યપદાર્થમાં ફળો અને શાકભાજીઓનો આપણા ખોરાકમાં વિટામિનો, ખનિજક્ષારો તથા રેશાઓ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આપણા દેશમાં નાના પ્રકારના ફળો તથા શાકભાજી ઊગાળાય છે. ફળો અને શાકભાજી આહારને જુદા-જુદા રંગ, બનાવટ તથા સુગંધ આપે છે. તે આહારને સ્વીકાર્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

બજારમાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજીઓ ઉપલબ્ધ હોવાની સાથે એ જરૂરી છે કે આપણે તેની પસંદગી સમજદારીથી કરીએ. એની પસંદગી કરતી વખતે આપણે તેની પૌષ્ટિક પર્યાપ્તતા, આપણી વ્યક્તિગત રુચિ તથા આર્થિક પરિસ્થિતિયોં ને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. શાકભાજી અને ફળોની પસંદગી ન માત્ર આપણી પૌષ્ટિક જરીરિયાતોની પૂર્તિ કરી શકે તેવી પરંતુ પરિવારની આવકની અંદર રહે તથા પરિવારના દરેક સભ્યો દ્વારા પસંદ પડે તેવી હોવી જોઈએ. ફળો અને શાકભાજીઓ ખોરાકને વિવિધ રંગ, બનાવટ અને સુગંધ આપે છે. તે આહારને સ્વીકાર્ય બનાવવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

શાકભાજી અને ફળો આપણે દૈનિક આહારમાં ઉપયોગ કરીએ છીએ. આમાંથી આપણને ઓછા ખર્ચે ઘણાં પોષકતત્વો મળી રહે છે. તેમાંથી મળતાં પોષકતત્વો આપણને ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે અને શરીરની વૃદ્ધિ તથા નિભાવ માટે અનિવાર્ય છે.આગળ આપણે શાકભાજી અને ફળોનું પોષણમૂલ્ય, પસંદગી તથા સંગ્રહ વિશે તેમજ તેના રંગ, સ્વરૂપ અને પોષણમૂલ્ય જળવાઈ રહે તે રીતે તેને રાંધવાની રીતો પણ જાણશું. શાકભાજી અને ફળો આપણી આંખોનું તેજ વધારે છે, આપણી ચામડી મુલાયમ બનાવે છે અને આપણને ઘણા રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે. શરીરનું સંરક્ષણ કરનારા આહારમાં શાકભાજી સૌથી સસ્તો આહાર છે. શાકભાજી અને ફળો આપણા ભોજનમાં વિવિધતા લાવે છે. આપણા ખોરાકને રંગીન , સ્વાદિષ્ટ અને પાચક બનાવે છે. તેની સોડમ રુચિકર હોય છે. તેમાં વિટામિનો અને ખનિજક્ષારો તથા પુષ્કળ પ્રમાણમાં રેસાઓ હોય છે. શાકભાજીઅને ફળોમાં આ ગુણો હોવા છતાં આપણે તે ઓછા પ્રમાણમાં ખાઈએ છીએ. શાકભાજી અને ફળો ખાવાથી આપણને થનારા લાભ વિશે આપણે સભાન નથી તે કારણે કદાચ આપણે શાકભાજી ઓછા પ્રમાણમાં ખાઈએ છીએ. આપણી તંદુરસ્તી માટે શાકભાજી અને ફળો વિશેની જાણકારી હોવી ખૂબ મહત્વની બાબત છે. ક્યા શાકભાજી અને ફળો આપણને સૌથી વધુ અનુકૂળ છે તે આપણે જાણવું જોઈએ. વળી તેને ખરીદવાની, સંઘરવાની અને રાંધવાની ઉત્તમ રીત પણ આપણે જાણવી જોઈએ.

to be continued..

Published by ketnapabari

I am a housemaker. I am graduate in bcom. Recently i passed an exam of food and nutrition .

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો