Home

Welcome to My New Food and nutrition Blog

અનાજની પસંદગી અને તેનું પોષણમૂલ્ય( SELECTION AND NUTRITIVE VALUE OF CEREALS AND MILLETS )

આપણે આહારના કાર્યો( https://ketnapabari.home.blog/2020/01/26/આહાર-ના-કાર્યો/ ), તેનું સંઘટન તથા વિવિધ આહારજૂથમાં( https://ketnapabari.home.blog/2020/08/09/મૂળભૂત-આહારજૂથmain-food-groups/ ) તેનાં વર્ગીકરણ વિશે જાણ્યું. હવે આહાર વિશે આપણી સમજ વધારવા આપણે વિવિધ આહારના પોષણમૂલ્ય અને રોજિંદા ભોજન માટે તેની પસંદગી તથા તેના ઉપયોગ વિશે જાણીએ. આપણા રોજીંદા આહારમાં આપણે રોજ રોટલી, પૂરી, પરોઠા , બ્રેડ, ભાત, ઈડલી, ઢોસા વગેરે જેવી વાનગીઓ ખાઇએ છીએ.વાંચન ચાલુ રાખો “અનાજની પસંદગી અને તેનું પોષણમૂલ્ય( SELECTION AND NUTRITIVE VALUE OF CEREALS AND MILLETS )”

ખોરાક જાળવણીની પદ્ધતિઓ( METHODS OF FOOD PRESERVATION )

આપણે ખોરાક સંગ્રહની પદ્ધતિઓ વિશે આગળના બ્લોગમાં જોઇ ગયા( https://ketnapabari.home.blog/2020/11/08/ખોરાકનો-સંગ્રહ-અને-તેની-પ/ ). અને જેને આપણે ત્રણ વર્ગીકરણ મુજબ જાણ્યુ. હવે આ સંગ્રહ પદ્ધતિઓને આપણે થોડા વિસ્તારથી સમજીએ. ખાદ્યપદાર્થની જાળવણી, તે એકાદબે દિવસ રેફ્રિજરેટરમાં કરવાની હોય કે પછી એકાદ વર્ષ માટે ડબ્બામાં કે શીતાગારમાં કરવાની હોય, તેનો હેતુ નીચે મુજબ છે ઃ ખાદપદાર્થોને રોગના સૂક્ષ્મજીવોથી અને રસાયણોથીવાંચન ચાલુ રાખો “ખોરાક જાળવણીની પદ્ધતિઓ( METHODS OF FOOD PRESERVATION )”

ખોરાકનો સંગ્રહ અને તેની પદ્ધતિઓ ( FOOD STORAGE AND ITS METHODS )

બધા માટે પૂરતુ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે માત્ર કૌટુંબિક-નાના સ્તર પર જ નહીં, મોટા સ્તર પર પૂરતા ખાદ્યપદાર્થોના પૂરવઠાની ખાત્રી કરવાનું પહેલું ચરણ છે-યોગ્ય સંગ્રહ. વિકસિત દેશોમાં ફસલ કાપતી વખતે ઉપજના લગભગ 10% ભાગની નુકસાની થતી હોય છે. વિકાસશીલ દેશોમાં તો તે ખૂબ વધુ હોય છે-લગભગ 50% સુધી. આપણા દેશમાં ઉત્પાદિત અનાજના લગભગ 10% ખેતરમાંવાંચન ચાલુ રાખો “ખોરાકનો સંગ્રહ અને તેની પદ્ધતિઓ ( FOOD STORAGE AND ITS METHODS )”

ખાદ્યપદાર્થનું બગાડના સમયના આધારે વર્ગીકરણ( CLASSIFICATION OF FOOD BASED ON PERISHABILITY )

કોઈપણ ખાદ્યપદાર્થમાં ખરાબીને રોકવાનું એ વાત પર નિર્ભર કરે છે કે કોઈ ખાદ્યપદાર્થને ખરાબ થયા વિના કેટલા સમય સુધી રાખી શકાય છે. દૂધ, ઈંડા, ફળ, શાકભાજી વગેરે જેવી વસ્તુઓ હરરોજ અથવા બે-ત્રણ દિવસમાં એકવાર કે વધીને અઠવાડીયે એકવાર લોકો ખરીદે છે. જ્યારે અન્ય પદાર્થ જેમકે લોટ, ઘી, દાળો, તેલ વગેરે જેવી વસ્તુઓ અઠવાડીયે/પંદરદિવસે/ કે મહીનામાંવાંચન ચાલુ રાખો “ખાદ્યપદાર્થનું બગાડના સમયના આધારે વર્ગીકરણ( CLASSIFICATION OF FOOD BASED ON PERISHABILITY )”

ખાદ્યપદાર્થના બગાડને અસર કરતા પરિબળો ( FACTORS AFFECTING FOOD SPOILAGE )

અમુક પરિબળો જેમકે તાપમાન, ભેજ વગેરે સૂક્ષ્મજીવાણુઓની વૃધ્ધિ અને ઉત્સેચકની પ્રતિક્રિયા ને અસર કરે છે અને આ રીતે ખાદ્યપદાર્થોને ખરાબ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ચાલો જોઈએ આ પરિબળો વિશેે. ( 1. ) તાપમાન ઃ- પ્રત્યેક સૂક્ષ્મજીવ એક ઈષ્ટતમ તાપમાન ( optimal temperature ) પર વિકાસ પામે છે અર્થાત એવું તાપમાન કે જેના પર તેનીવાંચન ચાલુ રાખો “ખાદ્યપદાર્થના બગાડને અસર કરતા પરિબળો ( FACTORS AFFECTING FOOD SPOILAGE )”

ખાદ્યપદાર્થ બગડી જવાનાં કારણો( FOOD SPOILAGE )

ખોરાકનું ખરાબ થવું એ એની ગુણવત્તામાં લઘુતા( inferiority ) બતાવે છે. કોઈપણ ખાદ્યપદાર્થની પરખ ઈન્દ્રિય ગુણો દ્વારા પરખી શકાય છે( એટલેકે જેને જોઈને, સૂંઘીને, અડીને, ચાખીને પરખી શકાય ) જેમકે કોઈ વસ્તુનો આકાર કેવો છે કે તેની બનાવટ કેવી છે તે જોઈને કે અડી ને જાણી શકાય તેમજ સૂંઘીને તેની સુવાસ વિશે જાણી શકાય અનેવાંચન ચાલુ રાખો “ખાદ્યપદાર્થ બગડી જવાનાં કારણો( FOOD SPOILAGE )”

રોગોનો ફેલાવો થતો અટકાવવો( PREVENTING SPREAD OF DISEASES )

આહારને સલામત રાખવા અને તેમાંથી પોષકઘટકો વેડફાઈ જતા અટકાવવા કેટલાક સામાન્ય નિયમો આપણે આગળ જોઈ ગયા(https://ketnapabari.home.blog/2020/10/04/આહારની-સલામતી-અને-વ્યક્ત/ ).હવે આપણે પ્રદૂષિત આહાર ખાવાથી ક્યા ક્યા રોગો થઈ શકે અને પાણી, આહાર, રાંધવાનાં તથા પીરસવાનાં વાસણો અને ખાદ્યપદાર્થોને લેવા-મૂકવાની રીતોને કારણે થતા રોગોનો ફેલાવો અટકાવવા શું કરી શકાય તે જોઈએ. ખાદ્યપદાર્થોથી થતા રોગોનો ફેલાવો અટકાવવો ઝાડા-ઊલટી, ટાઇફોઈડ, પેરા-ટાઇફોઈડ,વાંચન ચાલુ રાખો “રોગોનો ફેલાવો થતો અટકાવવો( PREVENTING SPREAD OF DISEASES )”

આહારની સલામતી અને વ્યક્તિગત આરોગ્ય( FOOD SAFETY AND PERSONAL HYGIENE )

આપણે બજારમાંથી યોગ્ય ખાદ્યપદાર્થ પસંદ કરી ખરીદીએ છીએ. અને ઘણાં ખાદ્યપદાર્થો રાંધીએ અને ખાઈએ એ પહેલાં થોડા કે વધુ સમય માટે સંઘરી રાખીએ છીએ. આ દરેક તબક્કે ખાદ્યપદાર્થ પ્રદૂષિત થવાની ઘણી શક્યતાઓ હોય છે. આથી ખાદ્યપદાર્થ પાછળ આપણે જે નાણા ખર્ચીએ છીએ તેનું વધારેમાં વધારે વળતર મેળવવા માટે ખાદ્યપદાર્થ લાવવા-લઈ જવામાં, રાંધવામાં અને પીરસવામાં સાવચેતીવાંચન ચાલુ રાખો “આહારની સલામતી અને વ્યક્તિગત આરોગ્ય( FOOD SAFETY AND PERSONAL HYGIENE )”

પોષકતત્વો પર રાંધવાની અસર( EFFECTS OF COOKING ON NUTRIENTS )

પ્રોટીન પર રાંધવાની અસર રંધાવાથી પ્રોટીન કડક થઈ જાય છે અથવા જામી જાય છે. ઇંડાને તળવાથી એમાં રહેલો પ્રવાહી ભાગ કઠણ થઈ જાય છે. આ જ પ્રોટીન જામવાની પ્રક્રિયા છે. દૂધમાંનુ પ્રોટીન એમાંનું એક અપવાદ છે. બીજા પ્રોટીનની જેમ દૂધમાંનુ પ્રોટીન જામતું નથી. પ્રોટીનને ચોક્કસ સમય સુધી જ પકાવવું જોઈએ કારણકે વધુ પકાવવાથી એ સંકોચાઈનેવાંચન ચાલુ રાખો “પોષકતત્વો પર રાંધવાની અસર( EFFECTS OF COOKING ON NUTRIENTS )”

રાંધવાની પધ્ધતિઓની ખાદ્યપદાર્થો પર થતી અસર( EFFECTS ON FOOD OF COOKING METHODS )

રાંધવાથી ખાદ્યપદાર્થોના પોષકતત્વો પર અસર થાય છે. રાંધવાની પધ્ધતિ અને તેમાં લાગતા સમયથી એ વાતની ખબર પડે છે કે તેમાં પોષકતત્વો રહ્યા છે કે નથી. રાંધવાની ભેજયુક્ત પધ્ધતિમાં ઊંચા તાપમાને લાંબા સમય સુધી રાંધવું પડતું હોવાથી પોષકઘટકો વધારે પ્રમાણમાં નાશ પામે છે. રાંધતી વખતે ઍસિડમય અને બેઈસમય પદાર્થો ઉમેરવાથી ખાદ્યપદાર્થોના સ્વરૂપ પર અસર થાય છે.વાંચન ચાલુ રાખો “રાંધવાની પધ્ધતિઓની ખાદ્યપદાર્થો પર થતી અસર( EFFECTS ON FOOD OF COOKING METHODS )”


Follow My Blog

દર અઠવાડિયે નવી પોસ્ટ મેળવો તમારા ઇનબોક્સ માં

Get new post in your inbox every week

Join 253 other followers

Create your website at WordPress.com
શરૂ કરો
%d bloggers like this: