દૂધ અને દૂધની બનાવટોનું પોષણમૂલ્ય( NUTRITION VALUE OF MILK AND MILK PRODUCTS )

દૂધ એ લગભગ સંપૂર્ણ આહાર છે. કારણ તેમાં લગભગ બધા જ જરૂરી પોષકઘટકો રહેલા છે.

ચાલો જાણીએ દૂધમાં ક્યાં-ક્યાં પોષકતત્વો રહેલા છે.

પ્રોટીન ઃ- તે સારી જાતના પ્રોટીનનું એક મહત્વનું પ્રાપ્તિસ્થાન છે અને તેથી શિશુ અને ઊછરતાં બાળકો માટે તે મહત્વનો આહાર છે. શાકાહારી લોકો માટે પ્રાણીજ પ્રોટીનનું તે એકમાત્ર પ્રાપ્તિસ્થાન છે. જે લોકોને ઈંડા, માંસ વગેરે ખાદ્યપદાર્થો ખાવા સામે વાંધો હોય તે લોકો પણ દૂધનો વિરોધ કરતા નથી. એનું કારણ એ છે કે તે પ્રાણીજન્ય આહાર હોવા છતાં તે મેળવવા માટે પ્રાણીનો વધ કરવો પડતો નથી. અનાજ સાથે લેવાતું દૂધ અનાજમાંના પ્રોટીનની ગુણવત્તામાં વધારો કરે છે, જેથી શરીરમાં પ્રોટીન વધુ સારી રીતે વપરાય છે.

ચરબી ઃ- દૂધમાં રહેલી ચરબી સરળતાથી પચે છે કારણકે તે નાના કણોમાં ઈમ્લ્ઝન તરીકે હોય છે. જે શક્તિનું પ્રાપ્તિસ્થાન છે.

કાર્બોદિત પદાર્થો ઃ- દૂધમાંનો એકમાત્ર કાર્બોદિતપદાર્થ ખાંડ છે જેને લેક્ટોઝ કહેવામાં આવે છે. તેને શિશુ પણ સરળતાથી પચાવી શકે છે.

ખનિજક્ષાર અને વિટામિન ઃ- કૅલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજક્ષાર માટે દૂધ ઉતમ પ્રાપ્તિસ્થાન છે. આ ખનિજક્ષાર મજબૂત હાડકાં ને દાંતના બંધારણમાં મદદરૂપ થાય છે. તે વિટામિન-એનું પણ સારું પ્રાપ્તિસ્થાન છે. વિટામિન-એથી આંખોનું તેજ વધે છે અને તે અંધાપો અટકાવે છે. તેમાં બી-સમુહના વિટામિન, ખાસ કરીને રિબોફ્લેવિન હોય છે. જોકે દૂધમાં વિટામિન-સી અને આયર્ન પ્રમાણમાં ઓછા હોય છે.

હાડકા, સ્નાયુઓ, દાંતના યોગ્ય વિકાસ અને સારી આંખો માટે બાળકોને દૂધ પીવરાવવું જોઈએ.

દૂધ અને દૂધથી બનેલા પદાર્થોમાં પોષકતત્વો

નંબરદૂધ અને દૂધની બનાવટોઆદ્રતા
(ભેજ)
(gms)
પ્રોટીન
(gms)
ચરબી
(gms)
ખનિજક્ષાર
(gms)
કાર્બોદિતપદાર્થ
(gms)
શક્તિ
(kcal)
કેલ્શિયમ
(mg)
ફોસ્ફરસ
(mg)
આયર્ન
(mg)
વિટામિન-એ
(I.U.)
રિબોફ્લેવિન
(mg)
1.ભેંસનું દૂધ81.04.38.80.85.01172101300.21600.10
2.ગાયનું દૂધ87.53.24.10.84.467120900.21740.10
3.માઁનું દૂધ88.01.13.40.17.4652811_1370.02
4.દહીં89.13.14.00.83.060149930.21020.16
5.છાસ97.50.81.10.10.51530300.10_
6.ચરબી રહિત દૂધ92.12.50.10.74.629120900.2__
7.ગાયના દૂધનુંપનીર57.118.320.82.61.2265208138_3660.02
8.ભેલસના દૂધનુંપનીર54.113.423.01.67.9292480277___
9.ચીઝ40.324.125.14.26.33487905202.1273_
10.ભેંસનાદૂધનો મલાઈવાળો માવો30.614.631.23.120.54216504205.8__
11.ભેંસનાદૂધનો મલાઈવગરનો માવો46.122.31.64.325.72069906502.7__
12.ગાયનાદૂધનો મલાઈવાળો માવો25.220.025.94.024.9413956613_4970.41
13.ચરબીવગરનો દૂધ પાઉડર4.138.00.16.851.0357137010001.401.64
14.ચરબીવાળો દૂધ પાઉડર3.525.826.76.038.04969507300.614001.36
gms is grams, kcal is kilocalorie, mg is milligram, I.U. is international unit

Published by ketnapabari

I am a housemaker. I am graduate in bcom. Recently i passed an exam of food and nutrition .

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો