આહારની સલામતી અને વ્યક્તિગત આરોગ્ય( FOOD SAFETY AND PERSONAL HYGIENE )

આપણે બજારમાંથી યોગ્ય ખાદ્યપદાર્થ પસંદ કરી ખરીદીએ છીએ. અને ઘણાં ખાદ્યપદાર્થો રાંધીએ અને ખાઈએ એ પહેલાં થોડા કે વધુ સમય માટે સંઘરી રાખીએ છીએ. આ દરેક તબક્કે ખાદ્યપદાર્થ પ્રદૂષિત થવાની ઘણી શક્યતાઓ હોય છે. આથી ખાદ્યપદાર્થ પાછળ આપણે જે નાણા ખર્ચીએ છીએ તેનું વધારેમાં વધારે વળતર મેળવવા માટે ખાદ્યપદાર્થ લાવવા-લઈ જવામાં, રાંધવામાં અને પીરસવામાં સાવચેતી રાખવી જોઈએ. વ્યક્તિગત આરોગ્ય તથા સલામત આહારને લગતા કેટલાક સામાન્ય નિયમો હોય છે જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો ચેપથી થતાં રોગો અટકાવી શકાય છે અને તેને નિયંત્રણમાં લાવી શકાય છે.

આહાર એ એક એવું સંભવિત માધ્યમ છે જેના દ્વારા ચેપી રોગો ફેલાઈ શકે છે. આથી આહારની સ્વચ્છતા એ એક એવું મહત્વનું પરિબળ છે કે જેનો પ્રભાવ આહારની શરીર પર થતી અસર પર પડે છે. એટલે આહાર દ્વારા કોઈ ચેપનો ફેલાવો થતો અટકે તે માટે આહાર તૈયાર કરતી વખતે સ્વચ્છતા જાળવવી એ ખૂબ મહત્વનું બની જાય છે. આહારની સ્વચ્છતાનાં ઊંચાં ધોરણો માટે નીચે પ્રમાણે સાવચેતી રાખવી જોઈએ.

આહાર અને વ્યક્તિગત આરોગ્ય

  1. ખાદ્યપદાર્થનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ તે પહેલા હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ અને પછી સ્વચ્છ કપડાથી લૂછી નાખવા જોઈએ.
  2. નખ ટૂંકા અને સ્વચ્છ રાખવા જોઈએ.
  3. હાથ કે આંગળીઓ પર જો કોઈ ઘા પડ્યા હોય તો રાંધતા પહેલાં ઘા પરસ્વચ્છ પાટો બાંધી દેવો જોઈએ.
  4. હાથમાં ક્યાય પરુ થયું હોય અથવા કોઈ અન્ય પ્રકારનો ચેપ લાગ્યો હોય તો ખાદ્યપદાર્થને રાંધવા કે તૈયાર કરવાથી દૂર રહેવું જોઈએ.
  5. ખાદ્યપદાર્થને રાંધતી કે તૈયાર કરતી વખતે નાક, વાળ યા શરીરના કોઈ પણ ભાગને સ્પર્શ ન કરવું જોઈએ.
  6. ખાદ્યપદાર્થ પર છીંક કે ઉધરસ ખાવાનું ટાળવું જોઈએ.
  7. ખાદ્યપદાર્થને રાંધતી વખતે તેનો સ્વાદ ચાખવા ચમચીનો ઊપયોગ કરવો જોઈએ. એઠી આંગળી ચાટીને સ્વાદ ચકાસવો ન જોઈએ. ચમચીનો ઊપયોગ કરતી વેળાએ પણ, ચમચીનો એક વાર ઉપયોગ કર્યા પછી તેને ધોઈને જ ફરીથી ઉપયોગમાં લેવી જોઈએ. ધોયા વગર તેનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ.
  8. રાંધવાની આખી જગ્યા, રાંધવાનાં, પીરસવાનાં તથા જમવા માટે વપરાતાં વાસણો સ્વચ્છ રાખવાં જોઈએ.
  9. ખાદ્યપદાર્થો પર માખી કે અન્ય જીવજંતુ ન બેસે, ધૂળ ન પડે કે ઊડે તે માટે રાંધેલા અને તૈયાર કરેલા ખોરાકને ઢાંકીને જ રાખવો જોઈએ અને કચરો નાખવા માટે ઢાંકણવાળી ટોપલીનો જ ઉપયોગ કરવો જોઈએ.
  10. પીરસતી વખતે આહારને કયારેય હાથ અડાડવો જોઈએ નહી. પીરસવા માટે ચમચા વગેરે જેવાં સાધનોનો જ ઉપયોગ કરવો જોઈએ.

આપણે ઊપર જણાવેલ બધી બાબતોનું ધ્યાન રાખીએ તો આપણો આહાર સલામત અને નુકસાનકારક જીવાણુઓથી મુક્ત રહી શકે.

Published by ketnapabari

I am a housemaker. I am graduate in bcom. Recently i passed an exam of food and nutrition .

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો