આહાર,પોષણ,પોષક તત્ત્વો,પોષણ ધોરણ

CONTINUE ………

આહાર એ છે કે જે આપણે ખાઈએ છીએ. આપણે જે ખાઈએ છીએ તેનું પાચન, શોષણ, સંગ્રહ, ચયાપચય જેવી ક્રિયાઓથી આપણા શરીરમાં ઉપયોગ થાય છે. આ બધી ક્રિયાઓથી આપણું શરીર ખવાયેલા આહારનો ઉપયોગ કરે છે જેને પોષણ કહે છે. જેમાંથી શરી૨ને ઊર્જા મળે છે. એનો વિકાસ થાય છે અને શરીરના જુદ-જુદા અંગોનું કાર્ય સામાન્ય રૂપ થી ચાલે છે. આહાર દ્વારા જ આપણે જીવતા રહેવાની અને વધવા માટે જરૂરી રાસાયણિક ઘટકો મળે છે. પોષણ દ્વારા એક જીવિત પ્રાણીને પોતાના શરીરના કાર્યોને સામાન્ય રૂપથી ચલાવવા માટે અને તેના અવયવોના વિકાસ અને પુન: નિર્માણ માટે જરૂરી પોષકતત્વ મળી રહે છે. આહાર માંથી છ પ્રકાર ના પોષકતત્વો શરીર ને મળે છે પાણી,ચરબી,કાર્બોદિતપદાર્થો,પ્રોટીન,ખનીજક્ષાર,વિટામિન . સારી તંદુરસ્તી માટેઆપણા શરીર ને આ પોષક તત્ત્વો ની સારી માત્રામાં જરૂર પડે છે. આપણા શરીરની પોષકતત્વો ની જરૂરિયાત ઉંમર, જાતિ, આપણી શારીરિક ક્રિયાઓ ,ઋતુઓ, જીવનમાં રોજ થતા તણાવ, બીમારી વગેરે પર નિર્ભર કરે છે. આ પોષણ તત્ત્વોના ઉપયોગની અસર હેઠળ ના આપણા શારીરિક સ્વાસ્થ્યને ‘પોષણ ધોરણ’ કહે છે. અલગ-અલગ લોકોની પોષક ઘટકોની જરૂરિયાત અલગ-અલગ હોય છે. બધા જ પ્રકાર નો ખોરાક બધા લોકોને પસંદ હોતો નથી. ખોરાકની પસંદગી-નાપસંદગીમાં વ્યકિતગત ભિન્નતા હોય છે. શારીરિક પરિબળો જેવા કે ભૂખ અને આહારથી ઉત્પન્ન થતા સંવેદનો, સભ્યતા, સામાજીકમૂલ્યો, ધાર્મિક અને નૈતિકમૂલ્યો, ઉંમર અને જાતિ જેવા સામાજિક પરિબળો અને માનસિક પરિબળો, લાગણીની અભિવ્યક્તિ તથા ખોરાકથી મળતી સલામતી વગેરે જેવા પરિબળો ખોરાકની પસંદગી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.

આમ, ખાધેલા ખોરાકનું અંત:ગ્રહણ, પાચન, શોષણ, વહન, ચયાપચય, જેવી ક્રિયાઓના સમન્વય દ્વારા શરીરમાં ઊપયોગ થાય છે જેને પોષણ કહે છે અને શરીર ની પોષણ સ્થિતિને પોષણધોરણ કહે છે.આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પાણી, કાર્બોદિતપદાર્થ, પ્રોટીન, ચરબી, ખનીજક્ષાર, વિટામિન જેવા પોષણ ઘટકોનો બનેલો હોય છે. ખોરાક આપણા સામાજિક-સાંસ્કૃતિક પર્યાવરણ, કેળવણીના સ્તર અને આર્થિક પરિસ્થિતિ પર નિર્ધારિત છે.

Published by ketnapabari

I am a housemaker. I am graduate in bcom. Recently i passed an exam of food and nutrition .

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો